લિલામમાં દાઉદની હૉટેલ ખરીદીને ત્યાં શૌચાલય બાંધશું : સ્વામી ચક્રપાણી

લિલામમાં દાઉદની હૉટેલ ખરીદીને ત્યાં શૌચાલય બાંધશું : સ્વામી ચક્રપાણી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : કુખ્યાત ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની મુંબઈમાંની સ્થાવર મિલકતનું લિલામ 14મી નવેમ્બરે થવાનું છે. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી આ લિલામમાં સહભાગી થશે અને દાઉદની અફરોઝ હોટેલના લિલામમાં બોલી લગાડશે.
આ હોટેલ ખરીદવામાં સફળતા મળે તો તે સ્થળે ભવ્ય શૌચાલય બાંધવામાં આવશે, એવી માહિતી ચક્રપાણીએ આપી હતી.
આ હોટેલની કિંમત 1.15 કરોડ રૂપિયા છે. આવતી 14મી નવેમ્બરે દક્ષિણ મુંબઈમાં ભીંડીબજાર પરિસરમાં પાકમોડિયા સ્ટ્રીટ સ્થિત દાઉદની સંપત્તિનું લિલામ થવાનું છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં દાઉદની મુંબઈમાં અને મુંબઈની બહાર આવેલી દસ સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેમાંથી ત્રણ સ્થાવર મિલકતોનું લિલામ આવતા મંગળવારે થવાનું છે. તેમાં યાકુબ રોડ સ્થિત શબનમ ગેસ્ટ હાઉસ, પાકમોડિયા સ્ટ્રીટ સ્થિત ડાંબરવાલા બિલ્ડિંગમાંના પાંચ ઘર તેમ જ હોટેલ રોનક અફરોઝનો સમાવેશ થાય છે. તેથી આ લિલામમાં ચક્રપાણી હોટેલ ખરીદવામાં સફળ થાય છે કે કેમ એ જોવાનું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer