ઝવેરી બજારમાં 37 લાખની લૂંટના દસ આરોપીઓ માત્ર 30 કલાકમાં ઝડપાયા

 
આરોપીઓને 17મી નવેમ્બર સુધી કસ્ટડી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : શહેરની ક્રાઇમ બ્રાંચે ત્રણ જણની ધરપકડ સાથે કાલબાદેવીમાં થયેલી રૂપિયા 37 લાખની લૂંટનો ભેદ ઉકેલી કાઢયો હતો.
બુધવારે છ જણની એક ટોળકી કાલબાદેવીના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ત્રાટકી હતી અને માલિક પાસેથી રૂપિયા 37 લાખ લૂંટી લીધા હતા.
સીસીટીવી ફૂટેજ અને કોલની વિગતોના રેકર્ડિંગના સહારે ક્રાઇમ બ્રાંચે આ કેસ ઉકેલી લીધો હતો.
સીસીટીવીના ફૂટેજમાં દેખાયેલા શખસને અમે ઓળખી કાઢ્યો હતો. તપાસ દરમિયાન શરૂઆતમાં તો તેણે ઇનકાર કર્યો હતો, પરંતુ જ્યારે અમે કોલની વિગતો સરખાવી હતી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો હતો, એમ સિનિયર ઇન્સ્પેક્ટર પ્રશાંત રાજેએ જણાવ્યું હતું.
પોલીસે આ પ્રકરણની ખૂબ જ ઉત્તમ રીતે તપાસ કરી હતી અને માત્ર 30 કલાકમાં દસ આરોપીઓને પકડી પાડયા હતા. આ લૂંટની ઘટના ઝવેરી બજાર પરિસરમાં સુતાર ચાલ સ્થિત અસીત રામપદ મંડળના ઉત્પાદન એકમમાં બની હતી. આ પ્રકરણમાં પકડાયેલા બધા દસ આરોપીઓને અદાલતે 17મી નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. એક આરોપી કુર્લામાં નહેરુનગરમાં સંતાયો એવી બાતમી મળી પછી પોલીસ ત્યાં ત્રાટકી હતી. બાદમાં અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝોન-બેના પોલીસ ઉપાયુક્ત જ્ઞાનેશ્વર ચવ્હાણે જણાવ્યું હતું કે ગત બુધવારે રાત્રે સાત શખસોની ટોળકી આ કારખાના ઉપર ત્રાટકી હતી. તેઓએ કારખાનામાં કામ કરતા દસ કામદારોને પિસ્તોલ અને છરી વડે ધમકી આપી હતી. ત્યાર પછી આરોપીઓએ કામદારોના હાથ પગ દોરી વડે બાંધી દીધા હતા. તેઓના મોઢા ઉપર એડહેસીવ ટેપ ચોંટાડી દેવામાં આવી હતી. બાદમાં તેઓ સોનું લઈ નાસી છૂટયા હતા. પકડાયેલા દસ જણ પાસેથી 26.70 લાખ રૂપિયાની કિંમતનું 890 ગ્રામ સોનું પરત મેળવવામાં સફળતા મળી છે, એમ ચવ્હાણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer