ઓડ-ઈવન નહીં : એનજીટીની શરતો બાદ દિલ્હી સરકારનો નિર્ણય

 
દ્વિચક્રી મામલે થયેલા ટકરાવ બાદ યોજના લાગુ નહીં કરે આપ સરકાર

નવી દિલ્હી, તા.11 (પીટીઆઈ): દિલ્હીમાં ખતરનાક વાયુપ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી પ્રસ્તાવિત વાહનોમાં ઓડ-ઈવનનો નિર્ણય રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ સાથે ટકરાવ બાદ દિલ્હી સરકારે પરત લીધો છે. આમ આદમી પાર્ટી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે સોમવારથી શરૂ થનારી વાહનોમાં ઓડ-ઈવન યોજનાને દિલ્હી સરકારે આજે પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે એનજીટીએ ઓડ-ઈવન યોજનામાં મહિલાઓ, અધિકારીઓ અને દ્વિચક્રી વાહનોને છૂટ ન આપવાની શરત લગાવી હતી જે પછી દિલ્હી સરકારે પોતાનો નિર્ણય બદલ્યો હતો અને 13મી નવેમ્બરથી પ્રસ્તાવિત આ યોજના લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer