આઈસીજે ચૂંટણી : જજ દલવીર ભંડારીને લાવવા ભારતના સઘન પ્રયાસ

 
કુલભૂષણ જાધવનો કેસ ચલાવતી આઈસીજેમાં કાલે મતદાનનો રાઉન્ડ

નવી દિલ્હી, તા. 11: ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં ભારતીય જજ  દલવીર ભંડારી ચૂંટાય તેમાં સંયુકત રાષ્ટ્રસંઘ (યુનો)માં પછડાટ મળ્યા બાદ ભારત હવે ભંડારી ચૂંટાય તે અંકે કરવા તમામ પ્રયાસ કરશે. કુલભૂષણ જાધવનો કેસ સાંભળવામાં આવી રહ્યો છે તેવી આઈસીજેમાંની આ ચૂંટણીના મતદાનના શરૂના થોડા રાઉન્ડમાં પૂરતો ટેકો મેળવવામાં ભારત વિફળ રહ્યું એમ અધિકારીઓ જણાવે છે. મતદાનનો આગામી રાઉન્ડ સોમવારે છે, જેમાં સોમવારે ભારતે યુકેના ઉમેદવાર ક્રિસ્ટોફર ગ્રિનવુડ સામે કાંટેકી ટકકર જેવો મુકાબલો કરવાનો છે. ગ્રિનવુડ પણ મતદાનોમાં પરાજિત થયા છે. 193નું સંખ્યાબળ ધરાવતી યુનોની મહાસભામાં ભારત ઠીક આગળ હતું, જયારે યુનોની સલામતી સમિતિમાં બ્રિટને વધુ મત મેળવ્યા હતા. ચૂંટાઈ આવવા માટે કોઈપણ ઉમેદવારે યુનોની મહાસભામાં 97 કે તેથી વધુ મતો અને સલામતી સમિતિમાં 8 મતોની બહુમતી ધરાવવાની હોય.
શુક્રવારના વિફળ રહેલા અંતિમ રાઉન્ડમાં મહાસભામાં, યુકેના 74 સામે ભારતે 115 મત મેળવ્યા હતા, પરંતુ સલામતી સમિતિમાં છ જ મત મેળવ્યા હતા, જયારે યુકેને 9 મત મળ્યા હતા. યુકે સલામતી સમિતિનું કાયમી સભ્ય હોવા ઉપરાંત સલામતી સમિતિ તથા મહાસભા બેઉમાં તેને મત મળે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer