શંકર ચૌધરીને હરાવવા ગેનીબેન ઠાકોર પૂરતા છે : અલ્પેશ ઠાકોર


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નવસર્જન યાત્રા અંતર્ગત ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીના આ પ્રવાસમાં અલ્પેશ ઠાકોર પણ જોડાયા હતા. અલ્પેશ ઠાકોરે તેના ટૂંકા સંબોધનમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં પ્રધાન શંકર ચૌધરીના સામે ગેનીબેન ઠાકોર જ ચૂંટણી લડવા માટે પૂરતા હોવાની જાહેરાત કરી હતી. 
નોંધનીય છે કે, કૉંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે દિલ્હીમાં હજુ ગઇકાલે જ મહત્વની બેઠક મળી હતી. જો કે આ બેઠકમાં કોઇપણ નામ ફાઇનલ થયા ન હતા. ત્યારે આજે ઉત્ત્ર ગુજરાતના રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન તાજેતરમાં કૉંગ્રેસમાં જોડાયેલા ઓબીસી એઁકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારના પ્રધાન શંકર ચૌધરી સામે કૉંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે તેવું જાહેર કરતા કૉંગ્રેસમાં હોબાળો મચી જવા પામ્યો છે. 
અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ એ લોકો છે કે જેમણે બનાસકાંઠાની અંદર ગરીબોના પૂરના પૈસા ખાઇ ગયા છે અને ત્યાંના પ્રધાન શંકરભાઇ ચૌધરી કાલે અલ્પેશ ઠાકોરને કહે કે લડવા આવો વાવમાં, પણ એમણે યાદ રાખવું જોઇએ, સેનાપતિ ન ઉતરે, તેની સેના જ હરાવવા માટે કાફી છે. અમારી ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીને ચૂંટણી હરાવવા માટે કાફી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer