હિમાચલમાં પુરુષો કરતાં વધુ મહિલાઓએ કર્યું મતદાન : ચૂંટણી પંચ

 
શિમલા, તા.11 (પીટીઆઇ) : તાજેતરમાં હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થયું તેમાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો વધુ ઉપયોગ કર્યાના આંકડા બહાર આવ્યા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની તમામ 68 બેઠકો માટે થયેલું કુલ મતદાન 74.61 ટકા જેટલું ઊંચું રહ્યું હતું, તેમાં 18,11,061 પુરુષોએ મતદાન કર્યું હતું જ્યારે 19,10,582 મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના આંકડા ચૂંટણી પંચે બહાર પાડયા છે. જોકે હિમાચલ પ્રદેશની આ ચૂંટણીનું પરિણામ 18 ડિસેમ્બરે જાહેર થવાનું છે.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer