ફિલિપાઈન્સ મુલાકાત આસીઅન સાથે નાતો ગાઢ બનાવવાના સંકલ્પનું પ્રતીક : મોદી


જયપુર ફૂટ બેસાડતી એમપીએફઆઈની મુલાકાત લેશે 

નવી દિલ્હી તા. 11: ફિલિપાઈન્સમાં યોજાનારી ભારતીય-આસીઅન સમિટમાં ભાગ લેવા આવતી કાલથી શરૂ થતી તે દેશની 3 દિવસીય મુલાકાત સંદર્ભે જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે એકટ ઈસ્ટ પોલિસીના ભાગરૂપે આ આસીઅન સભ્ય દેશ અને ઈન્ડો-પેસિફિક વિસ્તાર સાથે ગાઢ નાતો વિકસાવવાની ભારતની પ્રતિબદ્ધતા સંબંધનો આ પ્રતીકાત્મક પ્રવાસ છે. આસીઅન-ભારત તથા ઈસ્ટ એશિયા સમિટ ઉપરાંત આસીઅનની 50મી જયંતિની ઉજવણી, રીજયનલ કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપના નેતાઓની બેઠક તથા આસીઅન બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ય મોદી ભાગ લેશે.
આસીઅન બિઝનેસ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમિટ, આસીઅન સભ્ય દેશો સાથેના વ્યાપારિક સંબંધોને ઉન્નત બનાવવાના ગાઢ સહકારને વેગ આપશે (તેઓ સાથેનો વ્યાપાર ભારતના કુલ વ્યાપારના 10.85 ટકા થવા જાય છે) મોદી યજમાન પ્રમુખ રોડ્રિગો દુતેર્તે સાથે દ્વિપક્ષી બેઠક યોજશે. ઈન્ટરનેશનલ રાઈસ રીસર્ચ ઈન્સ્ટિ. (આઈઆરઆરઆઈ) તથા મહાવીર ફિલિપાઈન્સ ફાઉન્ડેશન ઈન્ક. (એમપીએફઆઈ)ની ય મુલાકાત લેશે. વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ મારફત આઈઆરઆરઆઈએ ચોખાની બહેતર ગુણવત્તા વિકસાવીને અન્નની અછતના પ્રશ્રના નિવારણમાં વૈશ્વિક સમુદાયને મદદરૂપ રહી હોવાનં મોદીએ તેમની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ છે. આઈઆરઆરઆઈમાં મોટી સંખ્યામાં ભારતીય વિજ્ઞાનીઓ કાર્યરત છે અને આર એન્ડ ડી ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. વારાણસી ખાતે સાઉથ એશિયા રીજયનલ સેન્ટર સ્થાપવા આઈઆરઆરઆઈ માટેની દરખાસ્તને મારી કેબિનેટે ગઈ તા. 12 જુલાઈએ બહાલી આપી હતી એમ તેમણે જણાવ્યુ છે.
એમપીએફઆઈની મારી મુલાકાત ફિલિપાઈન્સમાંના જરૂરિયાતમંદ એમ્પ્યુટીઝ (કૃત્રિમ પગ બેસાડનારાઓ)ને વિના મૂલ્યે પ્રોસ્થેસિસ જયપુર ફુટના વિના મૂલ્યે વિતરણની પ્રવૃત્તિઓને ભારત સપોર્ટ કરી રહ્યાનું દાખવશે. ('89માં સ્થાપના થઈ ત્યારથી એમપીએફઆઈએ ફિલિપાઈન્સમાં જયપુર ફુટ એમ્પ્યુટીઓને બેસાડી આપી નવજીવન માટે સક્ષમ બનાવવા તેઓને મદદરૂપ થયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer