હિંસા કરનારાઓને પોલીસનું ગઘઈ નહીં મળે
નવી દિલ્હી, તા.18: અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરી હિંસક વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓને એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ ચેતવણી આપી છે કે પછી તમને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે આગળ જતાં પોલીસ વેરિફિકેશન (એનઓસી) નહીં મળે તો અગ્નિવીર તરીકે નોકરી પણ નહીં મળે.
ચૌધરીએ કહ્યંy કે તેમને આવાં વિરોધ પ્રદર્શનની આશા ન હતી. અમે આ પ્રકારની હિંસાને વખોડીએ છીએ. આ કોઈ સમાધાન નથી. છેલ્લો તબક્કો પોલીસ વેરિફિકેશનનો હોય છે. જો કોઈ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે તો તેમને આગળ જતાં એનઓસી મેળવવામાં મુશ્કેલી પડશે.
ભાવી અગ્નિવીરોને ઍર ચીફ માર્શલની ચેતવણી
