અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કચ્છ પ્રવાસી સંઘના પ્રતિનિધિઓએ ચર્ચગેટ ખાતે રેલવેના ઉચ્ચ અધિકારી સમક્ષ કચ્છનાં વિવિધ રેલવે પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
આ પ્રતિનિધિઓ વતી કન્વીનર નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે સંસ્થાના પ્રયત્નોથી સ્પેશિયલ ટ્રેનની માગણી પૂર્ણ કરવા બદલ આભાર માન્યો હતો. આ ટ્રેનને જુલાઈ મહિના સુધી ચાલુ રાખવા જણાવ્યું હતું, જેના એકસ્ટેન્ડ કરવા બદલ સીસીએમપીએચ કુશાલ સિંહનો આભાર માન્યો હતો.
આ પ્રતિનિધિઓ વેસ્ટર્ન રેલવેના એડિશનલ જનરલ મૅનેજર પ્રકાશ બુટાનીને મળ્યા હતા. ગાંધીધામ-પુરી ટ્રેન નં. 12293/ 94ની રેક ગાંધીધામમાં ત્રણ દિવસ ફાજલ પડી રહે છે તેને કાયમી ધોરણે સાપ્તાહિક ટ્રેન ગાંધીધામથી કુર્લા ટર્મિનસ શરૂ કરવામાં આવે તો સેન્ટ્રલ રેલવેનાં પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કચ્છની ટ્રેનોમાં એલએચબી કોચ લગાડવામાં આવ્યા છે. ટ્રેન શરૂ થાય છે ત્યારે ઝટકા લાગે છે. તે અંગે ધ્યાન દોર્યું હતું. જે અંગે અધિકારીઓએ ઘટતું કરવાની ખાતરી આપી હતી.
આ પ્રતિનિધિઓમાં નિલેશ શ્યામ શાહ ઉપરાંત ચંદ્રેશ ચંદ્રકાંત શાહ, અરવિંદ ખેરાજ સાવલા, હિતેશ શાંતિલાલ સાવલા, રાજેન પ્રવીણચંદ્ર સાવલા, ચેતન પ્રવીણ ધરોડ, સુરેશ શાંતિલાલ સાવલા સામેલ રહ્યા હતા.
કચ્છ પ્રવાસી સંઘ દ્વારા રેલવે પ્રશ્નોની રજૂઆત
