અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગે બાઇક ઉપર જતા બંને બાઇકસવારો માટે હેલમેટ ફરજિયાત કર્યા બાદ ગત સાત દિવસોમાં 41,070 જણ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નવમી જૂનથી ટુ વ્હીલર ઉપર ચાલક તથા સહ પ્રવાસી વિરુધ્ધ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ગત સાત દિવસોમાં પોલીસે લગભગ 41,070 જણ ઉપર કાર્યવાહી કરી છે, જેમાં વિના હેલમેટ બાઇકચાલક 15,994, સહ પ્રવાસી 22,331 અને એક જ સમયે બંને હેલમેટ વિના એવા 2,745 જણનો સમાવેશ થાય છે. દક્ષિણ મુંબઈમાં સૌથી વધારે 15,254 ઇ ચલાન અપાયા છે, જેમાં સહ પ્રવાસી વિના હેલમેટની સંખ્યા સર્વાધિક છે. અહીં 10,369 સહ પ્રવાસી વિના હેલમેટ ફરતા ઝડપાયા હતા તો મધ્ય મુંબઈમાં સૌથી ઓછા એટલે કે 7,344 વિના હેલમેટ ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે.