કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને આઈએમસીનો ટેકો

કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને આઈએમસીનો ટેકો
મુંબઈ, તા. 20 : તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ બનેલા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવા બાબતે કરેલી જાહેરાત સંદર્ભે આઈએમસી ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ જુઝર ખોરાકીવાલાએ જણાવ્યું કે વડા પ્રધાનની જાહેરાતને પગલે આ મુદ્દે પડેલી મડાગાંઠનો અંત આવ્યો છે. અમે માનીએ છીએ કે ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાનના વિઝનને વાસ્તવિક બનાવવા માટે આ કાયદા ઘડવામાં આવ્યા હોવાનું અમે માનતા હોવા છતાં વડાપ્રધાનના નિર્ણયને અમે ટેકો આપીએ છીએ. વડાપ્રધાને જે રીતે ક્ષમા યાચી છે, તે ઉદ્દાત હેતુ દર્શાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer