ઍર ઇન્ડિયા બાદ હવે વધુ છ કંપની સરકાર વેચશે

નવી દિલ્હી, તા.20: એર ઇન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર 6 વધુ સરકારી કંપનીને વેચવાની યોજના બનાવી રહી છે. આ 6 કંપનીમાં બીપીસીએલ ઉપરાંત બીઇએમએલ, શાપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નિલાંચલ ઇસ્પાતનો સમાવેશ થાય છે. બીપીસીએલનાં ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે બીઇએમએલ, શાપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નિલાંચલ ઇસ્પાતનું નાણાકીય બાડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે.  સરકારે ડિસ ઇન્વેસ્ટમેન્ટ માટે બનાવેલા અલાયદા વિભાગના સચિવ તુહિન કાંતા પાંડેયનું એમ પણ કહેવું છે કે, સરકારી વિમા કંપની એલઆઇસીનો આઇપીઓ પણ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવી શકે છે. સરકાર તેમાં પોતાનો 10 ટકા હિસ્સો વેચીને 10 લાખ કરોડ રૂપિયા ઉભા કરવા માગે છે.  સરકાર બીપીસીએલનો 52.98% હિસ્સો પણ વેચવા જઈ રહી છે. આ માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. વેદાંતાએ 59 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે. આ સિવાય એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને આઇ સ્ક્વેર્ડ કેપિટલે પણ હિસ્સો લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે પણ  તેમને આ માટે વૈશ્વિક ભાગીદાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer