કૃષિ કાયદા પરત લેવાયા એમાં સંઘની ભૂમિકા મહત્વની

ખેડૂતોના વિરોધની સામાજિક એકતા પર અસરની ચિંતા
નવી દિલ્હી, તા.20 : કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા લાંબા સમય બાદ લીધેલા નિર્ણયમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) એ આપેલી પ્રતિક્રિયાને પણ મહત્ત્વની માનવામાં આવે છે જેમાં તેણે કહ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે સામાજિક એકતાને અસર થઈ રહી છે.
સૂત્રો અનુસાર સંઘ દ્વારા સરકારને સૂચિત કરવામાં આવી હતી કે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનો લાંબા સમયનો વિરોધ સામાજિક એકતાને પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. સંઘ પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી કે તેને લાગે છે કે આગળ જતાં આ વિરોધ હિંદુઓ અને શિખો વચ્ચે ખાઈમાં બદલાઈ શકે છે. સંઘે કયારેય કૃષિ કાયદાનો ખુલ્લો વિરોધ કર્યો નથી અને ન તો તેને રદ્ કરવાના વિચારનું સમર્થન કર્યું છે. લગભગ એક વર્ષથી કેન્દ્ર સરકાર આ મદ્દાને ઉકેલવામાં નિષ્ફળ રહેતાં ઉભી થઈ રહેલી પરેશાનીઓ અંગે આરએસએસ એ સરકારને સંકેત જરૂર આપ્યો હતો. 
આ પહેલા એક મુલાકાતમાં સંઘના તત્કાલિન મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ સંઘની ચિંતા વ્યક્ત કરી હતી કે કૃષિ કાયદાના વિરોધની સામાજિક એકતા પર નકારાત્મક અસર પડી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer