મુંબઈમાં 37,661 ટૅસ્ટમાં મળ્યા 195 કોરોના સંક્રમિતો

નવી મુંબઈમાં 24 કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 19 નવા કેસ મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 20 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 195 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યારસુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 7,60,933 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 2649 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં એક કોરોનાગ્રસ્તોનું મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,303 પર પહોંચી ગયો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 351 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 2308 દિવસનો થઈ ગયો છે. 
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 37,661 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,21,08,846 ટેસ્ટ કરાઈ છે. 
મહારાષ્ટ્રમાંથી શનિવારે કોરોનાના નવા 833 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 66,29,577 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 10,249 દરદી સારવાર હેઠળ છે. શુક્રવારે રાજ્યમાંથી 906, ગુરુવારે 963, બુધવારે 1003 અને મંગળવારે 886 નવા કેસ મળેલાં. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 15 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,40,722 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 2.12 ટકા છે.   
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2271 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 64,74,952 થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.67 ટકા છે. રાજ્યમાં 97,693 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 1002 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યારસુધી રાજ્યમાં કુલ 6,45,94,210 ટેસ્ટ કરવામાં આવી છે. 
શનિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 10 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 38 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 24, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 19, ઉલ્હાસનગરમાંથી એક, ભિવંડી-નિઝામપુરમાંથી ત્રણ, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 14, પાલઘર જિલ્લામાંથી આઠ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 10, રાયગઢ જિલ્લામાંથી નવ અને પનવેલ શહેરમાંથી 12 નવા કેસ મળ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer