મોદી અને જિનપિંગ સક્ષમ નેતા; કોઈ ત્રીજાની જરૂર નથી : પુતિન

મોદી અને જિનપિંગ સક્ષમ નેતા; કોઈ ત્રીજાની જરૂર નથી : પુતિન
રશિયાના પ્રમુખે અમેરિકા પર સાધ્યું નિશાન
સેંટ પીટસબર્ગ, તા.5: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત-ચીનનો મુદ્દો ઉછાળી નામ લિધા વિના અમેરિકા પર નિશાનો સાધ્યો છે. તેમણે શનિવારે કહ્યં કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્ને જવાબદાર નેતા છે. બન્ને દેશ વચ્ચેના મુદ્દાઓનું સમાધાન કરવા સક્ષમ છે. બહારની કોઈ પણ તાકતે આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં.
ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા 4 દેશોના ક્વોડ સમૂહમાં સામેલ થવાનો ઈન્કાર કરી પુતિને કહ્યંy કે કોઈ રાષ્ટ્રને કોઈ પહેલમાં કેવી રીતે સામેલ થવું જોઈએ અને તેમણે અન્ય દેશો સાથે કઈ મર્યાદા સુધી સંબંધો બનાવવા જોઈએ તેનું આંકલન કરવાનું કામ મોસ્કોનું નથી પરંતુ કોઈ પણ ભાગીદારીમાં કોઈ અન્ય વિરુદ્ધ સંગઠિત થવાનો ઈરાદો ન હોવો જોઈએ. 
16 જૂને પ્રસ્તાવિત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથેની પહેલી મુલાકાત અંગે પુતિને કહ્યંy કે આ મુલાકાતમાં તેમને કોઈ મોટી સફળતાની આશા નથી. અમે પગલું ઉઠાવ્યું નથી પરંતુ એ પગલાંની વાત કરી રહ્યો છું જેનાથી સંબંધો બગડયા. અમેરિકાએ અમારા પર પ્રતિબંધો લગાવ્યા, તેમણે આવું કર્યું અને કોઈ આધાર વિના કર્યું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer