ત્રણ માસ બાદ મહારાષ્ટ્રમાં સૌથી ઓછા 13,659 દરદી મળ્યા

ત્રણ માસ બાદ મહારાષ્ટ્રમાં સૌથી ઓછા 13,659 દરદી મળ્યા
મુંબઈમાંથી 866 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 5 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 866 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,10,807ની થઈ ગઈ છે. 
શુક્રવારે મુંબઈમાંથી 973, ગુરુવારે 961, બુધવારે 925, મંગળવારે 831 અને સોમવારે 676 નવા કેસ મળેલા. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 29 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,018નો થઈ ગયો છે. અત્યારે 16,133 દરદી વિવિધ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 1045 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,77,445ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા ત્રણ દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ ઘટીને 511 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.13 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 116 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 27 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 26,669 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 63,98,665ની થઈ ગઈ છે.
શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 13,659 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 58,19,224ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,88,027 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પૉઝિટિવિટી રેટ 16.04 ટકા ટકા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ માસ બાદ સહુ પ્રથમવાર સૌથી ઓછા એટલે કે 13,659 દરદી મળ્યા છે.
શુક્રવારે રાજ્યમાંથી 14,152, ગુરુવારે 15,229, બુધવારે 15,169 અને મંગળવારે 14,123 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 300 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યુઆંક 99,512નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.71 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21,776 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,28,834 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ  95.01 ટકા થયો છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,62,71,483 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 58,19,224 (16.04 ટકા) ટેસ્ટ પૉઝિટિવ આવી છે. 
અત્યારે રાજ્યમાં 14,00,052 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે, જ્યારે 7093 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં છે. 
અહીં ઉલ્લેખનીય છે કે ગત દસમી માર્ચે કોરોનાના 13,659 દરદી મળ્યા હતા. ત્યાર બાદ આજે આટલી ઓછી સંખ્યામાં કોરોનાના નવા દરદી મળ્યા હતા.
થાણે શહેરમાંથી 146 નવા કેસ મળ્યા 
શનિવારે થાણે શહેરમાંથી કોરોનાના નવા 146 કેસ મળ્યા હતા. એ સાથે અત્યાર સુધી શહેરથી મળેલા કેસોની કુલ સંખ્યા 1,30,879ની થઈ ગઈ હતી. શહેરમાં વધુ બે દરદીનાં મૃત્યુ થયાં હતાં અને એ સાથે શહેરનો મૃત્યાંક 1950 પર પહોંચી ગયો છે. શહેરમાં 180 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે અત્યાર સુધી સાજા થયેલા દરદીની સંખ્યા 1,27,576ની થઈ ગઈ છે. શહેરનો રિક્વરી રેટ 97 ટકા છે.
વસઈ-વિરારમાંથી 194 નવા કેસ મળ્યા 
શનિવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 175 નવા કેસ મળ્યા હતા. જ્યારે થાણે શહેરમાંથી 151 કેસ મળ્યા હતા. જ્યારે નવી મુંબઈમાંથી 92, વસઈ-વિરાર પાલિકામાંથી 194, ભિવંડી-નિઝામપુર પાલિકામાંથી પાંચ, ઉલ્હાસનગરમાંથી 29, પાલઘર જિલ્લમાંથી 368, રાયગઢ જિલ્લામાંથી 609 અને પનવેલ શહેરમાંથી 92  કોરોનાના નવા કેસ મળ્યા હતા. 
પુણે શહેરમાંથી 398, પિંપરી-ચિંચવડમાંથી 276 કોરોનાના નવા કેસ શનિવારે મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer