ટી20 વિશ્વકપ ભારત બહાર યોજવાની તૈયારી

ટી20 વિશ્વકપ ભારત બહાર યોજવાની તૈયારી
યુએઈ અને ઓમાનના વિકલ્પ ઉપર ચર્ચાનો દાવો
નવી દિલ્હી, તા. 5 : ભારતમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા ટી20 વિશ્વકપને યુએઈ અને ઓમાનમાં સ્થાનાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. બીસીસીઆઈએ આંતરિક રૂપથી આઈસીસીને દેશમાં કોરોનાના કારણે મુશ્કેલ પરિસ્થિતિનો હવાલો આપ્યો હતો. યુએઈ પહેલાથી જ એક વિકલ્પ હતો. ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે ઓમાનની રાજધાની મસ્કતને અબુ ધાબી, દુબઈ અને શારજાહ ઉપરાંત ચોથા સ્થાન તરીકે જોડવામાં આવી છે.
આઈસીસી બોર્ડના ઘટનાક્રમથી અવગત એક અધિકારીના નામ ન છાપવાની શરતે પ્રકાશિત અહેવાલ મુજબ બીસીસાઈએ આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રીતે અંતિમ નિર્ણય લેવા ચાર અઠવાડિયાનો સમય માગ્યો છે. જો કે આંતિરક રૂપે આયોજન કરાવવાનો અધિકાર રાખવા માગે છે અને યુએઈ અને ઓમાનમાં આયોજન થવાથી કોઈ ફરક પડશે નહી. 
વધુમાં કહેવામાં આવ્યું હતું કે મસકતને વિશેષ રૂપે જોડવામાં આવ્યું છે. જેનાથી યુએઈના ત્રણ મેદાનને આઈપીએલ બાદ તૈયાર કરવાનો સમય મળી રહેશે. જો આઈપીએલ 10 ઓક્ટોબર સુધીમાં પૂરી થશે તો વિશ્વ ટી20ની યુએઈથી નવેમ્બરમાં શરૂઆત થઈ શકશે.આ દરમિયાન પીચને તૈયાર કરવાનો સમય પણ મળી રહેશે. 
આઈસીસી બોર્ડના મોટાભાગના સભ્યોના માનવા પ્રમાણે ભારત સમય કાપવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે અત્યારના સમયમાં ભવિષ્ય અંગે કોઈપણ સટીક નિર્ણય થઈ શકે તેમ નથી. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને આયોજન માટે તૈયારી બતાવી શકાય તેમ નથી. જો ત્રીજી લહેર આવે તો ઓક્ટોબરમાં આયોજન શક્ય બની શકે નહી. બીજો સવાલ એ પણ છે કે બીસીસીઆઈ ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં આઠ ટીમ માટે આઈપીએલ ફરી શરૂ કરી શકે તેમ નથી. તેવામાં એક મહિનાની અંદર 16 ટીમની યજમાની કેમ કરી શકાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer