મિલ્ખા સિંહની તબિયતમાં સુધારો : હૉસ્પિટલે ફગાવી અમંગળ અફવા

મિલ્ખા સિંહની તબિયતમાં સુધારો : હૉસ્પિટલે ફગાવી અમંગળ અફવા
નવી દિલ્હી, તા. 5 : કોરોના સામે લડી રહેલા ભારતના મહાન દોડવિર મિલ્ખા સિંહની તબિયત સ્થિર છે . તેઓનો ઈલાજ પીજીઆઈએમઆઈઆર હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હોસ્પિટલના અધિકારીઓએ મિલ્ખા સિંહને લઈને જાણકારી જારી કરી હતી. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, મિલ્ખા સિંહની તબિયત શુક્રવારની સરખામણીએ ઘણી સાબિત છે. ગુરૂવારના ઓક્સિજન સ્તર ઘટયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે હોસ્પિટલના સત્તાવાર પ્રવક્તા પ્રો. અશોક કુમારે સોશિયલ મીડિયા ઉપર મિલ્ખા સિંહના નિધનની અફવાને  ફગાવી હતી અને કહ્યું હતું કે, તેમની સ્થિતિ સારી થઈ રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer