લૉકડાઉનથી જીએસટીની આવક ઘટી

નવી દિલ્હી, તા. 5 : ભારતમાં ઘાતક બનેલી કોરોનાની બીજી લહેરના કારણે સરકારની કમાણીને ઝટકારૂપે જીએસટી વસૂલાતમાં ઘટાડો આવ્યો છે. જો કે, મે મહિનામાં પણ સરકારની જીએસટી વસૂલાતમાંથી થયેલી આવક એક લાખ કરોડ રૂપિયાથી વધુ જ છે. આયાત પર લાગતા જીએસટીમાંથી સરકારની કમાણી 26,002 કરોડ રૂપિયા રહી હતી. અલબત્ત, સરકારે કોવિડ સંબંધિત વિવિધ રાહત સામગ્રીઓ પર સંકલિત જીએસટીમાંથી છૂટ આપી છે. કોરોના સંક્રમણને નાથવા માટે દેશના મોટાભાગના રાજ્યોમાં આખા મહિના સુધી લોકડાઉનના કારણે પણ આ કમાણી ઘટી છે.
દરમ્યાન, સૌથી ઊંચા 28 ટકા દરવાળી વસ્તુઓ પર વસૂલાતા 15 ટકા સુધીના સેસમાંથી સરકારને 9265 કરોડ રૂપિયાની આવક થઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer