પીએનબીનો માર્ચ ત્રિમાસિક નફો 16 ટકા વધીને રૂા.586 કરોડ

મુંબઈ, તા. 5 : સરકાર હસ્તકની પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ડિસેમ્બર 2020ની સરખામણીમાં 16 ટકા વધીને રૂા. 586 કરોડ થયો છે. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બૅન્કને રૂા. 697 કરોડની ખોટ થઈ હતી, જ્યારે ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં તેણે રૂા. 506 કરોડનો નફો કર્યો હતો.
સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક 48.3 ટકા વધીને રૂા. 6938 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા. 4677 કરોડ હતી. બૅન્કની ગ્રોસ એનપીએ વધીને 14.12 ટકા અને નેટ એનપીએ 5.73 ટકા હતી. કુલ આવક વધીને રૂા. 22,531 કરોડ થઈ છે.મૂડી પર્યાપ્તિ રેશિયો 14.32 હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer