દિલ્હી કેપિટલ્સને ઝટકો : અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ

દિલ્હી કેપિટલ્સને ઝટકો : અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ
નવી દિલ્હી, તા. 3: આઇપીએલની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ થયો છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી સૂત્રોના કહેવા પ્રમાણે અક્ષર કોરોના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો છે. તેને હવે તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. દિલ્હી કેપિટલ્સ પોતાનો પહેલો મેચ 10 એપ્રિલના રોજ ચૈન્નઈ સામે રમશું. ટીમનો બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાનાં કારણે વર્તમાન સીઝનમાંથી બહાર છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer