રિષભ પંત મૅચવિનર છે : ગાંગુલી

રિષભ પંત મૅચવિનર છે : ગાંગુલી
નવી દિલ્હી, તા. 3: ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે રિષભ પંત એક મેચ વિજેતા ખેલાડી છે પૂર્વ દિગ્ગજખેલાડીના કહેવા પ્રમાણે તે યુવા વિકેટકિપર બેટ્સમેનના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત છે. ગાંગુલીએ ઓનલાઇન સેશન દરમિયાન કહ્યું હતું કે, તે રિષભ પંતથી પ્રભાવિત છે કારણ કે તેને લાગે છે કે પંત મેચવિનર છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ શાનદાર છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરમાં પણ હિંમત છે.
ગાંગુલીએ કહ્યું હતું કે, દેશમાં અમુક શાનદાર ખેલાડીઓ છે અને બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગીનો ખેલાડી કોણ છે તે કહેવું જોઇએ નહીં. તમામ પસંદગીના ખેલાડી છે પણ કોહલીની રમતનો સૌથી વધારે આનંદ માણે છે. વધુમાં રોહિત શર્માની રમત પણ માણવા લાયક હોય છે. ગાંગુલીએ કહ્યું હતું કે, ભારતમાં ક્રિકેટની અપાર પ્રતિભાઓ છે. જયારે સુનિલ ગાવસ્કર હતા ત્યારે લોકો વિચારતા હતા કે તેમની પછી શું થશે ? ત્યારે સચિન તેંડુલકર, દ્રવિડ અને કુંબલે આવ્યા હતા. તેંડુલકર અને દ્રવિડે ક્રિકેટને અલવિદા કર્યુ ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને પંત જેવા ખેલાડીઓએ ટીમને સંભાળી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer