અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવાર (80)ને શનિવારે બ્રિચ કેન્ડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પિત્તાશયની તકલીફને પગલે તેમને તાજેતરમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પક્ષના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે
શરદ પવારની તબિયત હવે સારી છે અને હવે તેઓ ઘરે આરામ ફરમાવી રહ્યા છે. ડૉક્ટરે તેમને સાત દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તેમની તબિયત 15 દિવસ સારી રહેશે તો તેમના પિત્તાશયની સર્જરી કરાશે.
એ પહેલા હૉસ્પિટલના ડૉક્ટરોએ શરદ પવારને તપાસ્યા હતા અને તેમની તબિયત સ્થિર હોવાનું કહ્યું હતું.
30 માર્ચે પવાર પર ઈમર્જન્સી એન્ડોસ્કોપી કરવામાં આવી હતી. લિવરથી નાના આંતરડા સુધી જતી નાની નાની નળી (બાઈલ ડક્ટ)ની એન્ડોસ્કોપી કરાઈ હતી. પેટના દુખાવા બાદ 30 માર્ચે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પવારને હૉસ્પિટલમાંથી રજા મળી
