મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લક્ષમાં રાખી મુખ્ય પ્રધાનનો સંકેત
મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : દેશમાં કોરોનાના વધતા દરદીઓમાં અડધોઅડધ કરતાં વધારે દરદીઓ મહારાષ્ટ્રના હોય છે. આ મુશ્કેલ પરિસ્થિતિને પગલે મહારાષ્ટ્ર સરકાર ઔદ્યોગિક વપરાશ માટેના અૉક્સિજનના સંપૂર્ણ પુરવઠાને તબીબી વપરાશ માટે વાળવાની વિચારણા કરી રહી છે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને અખબારના માલિકો, તંત્રીઓ અને વિતરકો સાથે અૉનલાઇન સંવાદમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને નાથવા માટે આકરાં પગલાં ટૂંકસમયમાં જાહેર કરાશે.
જોકે રાજ્યભરમાં લૉકડાઉન જાહેર કરાશે કે કેમ એ વિશે મુખ્ય પ્રધાને કોઈ ફોડ પાડયો નહોતો.
અૉક્સિજનના સંપૂર્ણ પુરવઠાનો માત્ર તબીબી હેતુસર ઉપયોગ કરવા વિચારણા
