પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3.5 કરોડ લાભાર્થીઓની ચકાસણીનો આદેશ

નવી દિલ્હી, તા. 3 : કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને લખીને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના વધારાના તમામ સાડા ત્રણ કરોડ લાભાર્થીઓની ભૌતિક ચકાસણી કરે.
આ હાઉસિંગ યોજનામાં ઘણા સુખી લોકોનાં નામ ઉમેરીને તેનો મોટી યોજના બનાવાઈ હોવાની શંકા છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે મોટા ભાગના સૂચિબદ્ધ ઘરમાલિકો લાયક છે અને ચકાસણી કરેલ યાદીમાં 2 કરોડ સંભવિત લાભાર્થીઓમાંથી વધુ લોકો હોઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વખત પુષ્ટિ કરેલ સૂચિ આવી જાય પછી કેન્દ્ર સરકાર આ સંખ્યા 81 લાખ જેટલી નીચે લાવી શકે છે. આ યોજના નવેમ્બર 2016માં શરૂ થઈ હતી અને તેનો હેતુ 2022ના વર્ષ સુધીમાં 2.95 કરોડ લોકોને પાકા બાંધેલા મકાનો પૂરા પાડવાનો હતો.
પણ આમાંથી 81 લાખ લોકોએ પોતાની જાતે મકાનો બાંધ્યાં, કાં તો રાજ્ય સરકારી યોજનાઓનો લાભ લઇને અથવા તેમની પોતાની તાકાતથી અને આમ કરીને હાલના લાભાર્થીઓની સંખ્યા ઘટીને 2.14 કરોડ થઈ. અત્યાર સુધીમાં 1.33 કરોડ મકાન બંધાઈ ચૂક્યાં છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer