પારો સરકીને 7.5 ડિગ્રી પર પહોંચ્યો

પારો સરકીને 7.5 ડિગ્રી પર પહોંચ્યો
નવેમ્બરમાં દિલ્હીની ઠંડીનો 14 વરસનો વિક્રમ
નવી દિલ્હી, તા. 21 : દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ નવેમ્બર મહિનાનો 14 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો હતો. ન્યૂનતમ તાપમાનનો પારો નીચે સરકીને 7.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો.
આ ઠારનો આંક સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછો છે. બીજી તરફ પંજાબ, હરિયાણા સહિત અન્ય ઉત્તરીય રાજ્યોમાંયે પારો સામાન્યથી નીચે ગયો હતો.
મોસમવિજ્ઞાનના  વિભાગના ક્ષેત્રિય પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યં હતું કે, 29 નવેમ્બર, 2006 પછી પહેલીવાર નવેમ્બર દરમ્યાન રાજધાનીમાં આટલી તીવ્ર ઠંડી નોંધાઈ છે.
દિલ્હીમાં ગત વરસે નવેમ્બરમાં તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આંકડા અનુસાર, અત્યાર સુધી નવેમ્બરમાં સૌથી નીચું તાપમાન 3.9 ડિગ્રી 28 નવેમ્બર, 1938ના દિવસે નોંધાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer