નવા સપ્તાહમાં અગ્રીમ હરોળના શૅર્સમાં કરેક્શનની શક્યતા

ઊંચા સ્તરે નફો બૂક કરી, ઘટયા મથાળે નવી ખરીદી કરવાની સલાહ 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : અમેરિકાની પ્રમુખપદની ચુંટણી બાદ અમુક રાજ્યોના પરિણામો વિશે વિવાદ શરૂ થતાં વૈશ્વિક શેર બજારોમાં ગયા સપ્તાહે ભારે વધ ઘટનો માહોલ રહ્યો હતો. તે સાથે અમેરિકા અને યુરોપમાં નવેસરથી લોકડાઉન અને કોરોના વેકસીનની પ્રગતિ બાબતે અસમંજસની સ્થિતી રહેતાં બજારોમાં પ્રોફિટ બૂક કરવાનું વલણ સપ્તાહ દરમિયાન જોવા મળ્યું હતું. 
લૉકડાઉનના સમયગાળામાં પણ જોવા મળી નહોતી એવી જબ્બર ખરીદી વિદેશી રોકાણકાર સંસ્થાઓ (એફઆઇઆઇ) દ્વારા પાછલા  બે સપ્તાહ દરમયાન જોવા મળી હતી. આશાવાદ તેના શિખરે હોવાનું મધ્યમ ગાળાના દ્રષ્ટીકોણથી સ્પષ્ટ થાય છે. એફએન્ડઓ સીરીઝમાં પ્રતિબંધ હેઠળ વધુ 10 શેર્સનો સમાવેશ થવાનો છે, તે દશાર્વે છે કે બજારમાં વધુ પડતી ખરીદી થઇ છે અને તેજીના આખલાને હવે પોરો ખાવાનો સમય આવી ગયો છે, નોંધપાત્ર કહી શકાય તેવું કરેક્શન આગામી દિવસોમાં જોવા મળશે, એમ સેમકો સિકયુરિટીઝના સીઇઓ જીમિત મોદી જણાવે છે. 
હીરોમોટો કોર્પનો દાખલો લઇએ તો આ વાત સ્પષ્ટ થશે. તેનું સેલ સારૂ રહ્યંy હોવા છતાં તેનો ભાવ વધ્યો નથી, તે માર્કેટ ઓવરબોટ સ્થિતીમાં હોવાનું દશાર્વે છે, એમ મોદીએ જણાવ્યું હતું. 
ક્રિસમસ પહેલાં એફપીઆઇ તેમની ખરીદીને ધીમી પાડશે અને તેના પગલે ભારતીય બજારોમાં કરેક્શન જોવા મળશે, એમ મોદી માને છે. બીજી તરફ સ્થાનિક ફન્ડ્સ દ્વારા ઊંચા મથાળે પ્રોફિટ બૂક થઇ રહ્યો હોવાથી કરેક્શન આવશે તે સ્પષ્ટ થાય છે. 
અમેરિકામાં સત્તાનું હસ્તાંતરણ હજી થયું નહીં હોવાથી તેની અસર દલાલ સ્ટ્રીટ ઉપર પડશે.
નિફ્ટીને ઊંચા મથાળે પ્રતિકારનો સામનો કરવો પડે તેવી બુલિશ રિવર્સલ પેટર્ન રચાઇ છે. અહીં ટ્રેડરોએ નિફ્ટી વધવાનું વલણ ગુમાવે  ત્યારે વેચવાની શરૂઆત કરવી એવી સલાહ તેમણે આપી છે. 
આવતા સપ્તાહમાં નિફ્ટીમાં અગ્રીમ હરોળના શેર્સમાં કરેક્શન આવે તેવી શક્યતા છે, પાછલી તેજીમાં નહીં દોડેલા શેર્સમાં ખરીદી જોવા મળી શકે છે, ત્રિમાસિક પરીણામોનો દોર લગભગ પુરો થયો છે અને બજારનું ધ્યાન હવે વૈશ્વિક પરીબળો ઉપર વધુ રહેશે. રોકાણકારોએ અત્યારના લેવલ ઉપર નફો અંકે કરી ઘટયા મથાળે નવી ખરીદી કરવી હિતાવહ રહેશે, એવી સલાહ જીમીત મોદીએ આપી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer