તમિલનાડુમાં એઆઈએડીએમકે ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખશે

અમિત શાહની યાત્રા દરમિયાન સત્તાધારી પક્ષનું એલાન
ચેન્નાઈ, તા.ર1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તમિલનાડુની યાત્રા દરમિયાન એઆઈએડીએમકે દ્વારા રાજયમાં આગામી વર્ષની શરૂઆતમાં પ્રસ્તાવિત ચૂંટણીમાં ડીએમકેને ટક્કર આપવા ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવા એલાન કર્યુ છે. 
એઆઈએડીએમકેના મુખ્ય સંકલનકાર અને ના.મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે શનિવારે આ અંગે સત્તાવાર જાહેરાત  કરી હતી.  દરમિયાન મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામીએ જણાવ્યું કે લોકસભાનું ગઠબંધન વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે. સુશાસનના અમે રાજયમાં 10 વર્ષ આપ્યા છે. અમારૂ ગઠબંધન ર0ર1ની ચૂંટણી જીતશે. તમિલનાડુ હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપશે. આ પહેલા અમિત શાહે રાજયની મુલાકાત દરમિયાન કોરોના મહામારી સામે લડવા રાજય સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. ગત વર્ષ લોકસભા ચૂંટણીમાં ડીએમકે એ મજબૂત વાપસી કરી હતી. લોકસભા ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ એઆઈએડીએમકે ભાજપના સહયોગથી આગામી ચૂંટણીમાં ડીએમકેને વધુ એકવાર હરાવવા આશાવાદી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer