રિલાયન્સ -ફયુચર સોદાને મંજૂરી : એમેઝોનને આંચકો

હસ્તાંતરણ ડીલને સીસીઆઇએ મંજૂરી આપી
નવી દિલ્હી, તા. 21:  ભારતીય કોમ્પિટિશન કમિશને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફયુચર ગ્રુપ વચ્ચેની ડીલને મંજૂરી આપી દીધી છે.  રિલાયન્સ ગ્રુપે ઓગસ્ટમાં ફયુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ બિઝનેસ હસ્તગત કરવા 24,713 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. એમેઝોન આ સોદાનો વિરોધ કરી રહ્યું છે અને સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો. 
સીસીઆઈએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે `ફયુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ બિઝનેસમાં રિલાયન્સ રિટેલ અને ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડના હસ્તાંતરણ માટે આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી. સીસીઆઈ બજારમાં હરીફાઈનું નિરીક્ષણ અને જાળવણી કરવા માટે નિયમનકાર તરીકે કાર્ય કરે છે. 
એમેઝોન ફયુચર-રિલાયન્સ ડીલ સામે કાનૂની લડત લડી રહ્યો છે. ફયુચર ગ્રુપ અને એમેઝોન વચ્ચેનો મામલો દિલ્હી હાઇકોર્ટમાં પણ વિચારણા હેઠળ છે. શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટે એમેઝોન સોદામાં દખલ અટકાવવા માટે ફયુચર ગુપની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે સંબંધિત પક્ષોને તેનો લેખિત જવાબ રજૂ કરવા માટે 23 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer