`મારું કુટુંબ, મારી જવાબદારી'' ઝુંબેશ માટે પાલિકાએ નિયમાવલી બહાર પાડી

`મારું કુટુંબ, મારી જવાબદારી'' ઝુંબેશ માટે પાલિકાએ નિયમાવલી બહાર પાડી
મુંબઈ, તા. 12 : મુંબઈગરાએ કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ ન આવે ત્યાં સુધી તેની જીવનશૈલી બદલવી પડશે. માસ્કનો ઉપયોગ. સોશિયલ ડિસ્ટન્સિગ અને સેનિટાઈઝેશન ઉપરાંત વૈયક્તિક, કૌટુંબિક અને જાહેરજીવનમાં આમુલ પરિવર્તન લાવવું પડશે. આ પરિવર્તન માટે નવી નિયમાવલી ઘડવામાં આવી છે. મુંબઈ પાલિકા 15 સપ્ટેમ્બરથી મારું કુટુંબ, મારી જવાબદારી એ ઝુંબેશ શરૂ કરવાની છે.  
આ ઝુંબેશ હેઠળ પાલિકાના સાર્વજાનિક આરોગ્ય વિભાગને નિયુક્ત કરેલા સ્વયંસેવક પાલિકા ક્ષેત્રમાં દરેક ઘરમાં જઈને નાગરિકોનો તાપમાન અને પ્રાણવાયુનું સ્તર માપશે. આ સાથે સ્વયંસેવક નાગરિકોને આરોગ્ય શિક્ષણ અને તબીયતની જાળવણી અંગે સંદેશા આપશે. ઉપાય માટે કયાં જવું એનું માર્ગદર્શન પણ આપશે. ડાયાબિટિઝ, હૃદયરોગ, કીડનીના દર્દીને શોધીને તેમને ક્યાં તબીબી સેવા ઉપલબ્ધ છે એની માહિતી આપશે.  
પાલિકાની નવી નિયમાવલી 
નાગરિકે બે મીટરનું સુરક્ષિત અંતર રાખવું. માસ્કનો નિયમિતપણે યોગ્ય ઉપયોગ કરવો જઈએ. વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝરનો યોગ્ય વપરાશ કરવો. રોજ સવારે શરીરનું તાપમાન અને ઓક્સિજન લેવલ માપવું  માસ્ક કાઢીને મૂકવા નહીં.  માસ્કને નાક ઢંકાય એ રીતે પહેરવો. તેને નાકની નીચે કે મોઢાની નીચે ન કરવો. કોઈની જોડે વાતચીત  કરતી વખતે એકમેકના ચહેરાને સીધો જોવો નહીં. જમતી વખતે એક જ વાસણમાં કે પાત્રમાં જમવાનું લેવું. ખાવાનું જરૂરિયાત પ્રમાણે થાળીમાં એક વાર જ લેવું. જમતી  વખતે ઓછું  બોલવું કે મૌન પાળવું. જમવમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં વાપરવા. સાત્વિક અને પોષક ખાદ્યપર્દાથો  આરોગવા.
સોસાયટી-વસાહતોમાં લેવાની કાળજી 
સોસાયટીના બાળકો, જ્યેષ્ઠ નાગિરકે વિનાકારણ ઘરની બહાર નીકળવું નહીં. સોસાયટી-વસાહતમાં બે ઈસમે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર રાખવું. સોસાયટીના વેઇટિંગ રૂમનો ઉપયોગ ન કરવો. સોસાયટીના દરવાજા, કડી, હેન્ડલ, લિફ્ટ, પાર્કિંગ વગેરે પર શક્ય હોય તો હાથ  ન લગાડવો. લિફ્ટ નો ઉપયોગ કરતી વખતે કાગળનો ઉપયોગ કરવો અને લિફટનું બટન દબાવ્યા બાદ અને લિફ્ટમાંથી ઉતર્યા બાદ કાગળ કચરાપેટીમાં ફેંકવો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer