ટીવાય અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ

મુંબઈ, તા. 12 : કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા મળેલી પરવાનગીને પગલે અંતિમ વર્ષની પરીક્ષા અને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ મુંબઈ ઉપનગરીય સેવા હેઠળ દોડાવાતી વિશેષ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોય એવા અભ્યાસક્રમોની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને આ છૂટનો લાભ મળશે. વેલિડ આઈડેન્ટિટી કાર્ડસ અને હોલ ટિકિટના આધારે વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનોમાં પ્રવેશ કરી શકશે. વિદ્યાર્થીઓની સુવિધા ખાતર મહત્ત્વના રેલવે સ્ટેશનોએ વધારાના બુકિંગ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે એમ મધ્ય રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer