વિડિયો ક્લિપ્સ અને ફોટા બહાર પાડીશ તો આંચકો લાગશે : એકનાથ ખડસે

અમા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મારી પાસે કેટલાંક લોકોની વીડિયો, ક્લિપ્સ, ફોટો અને કાગળીયા છે. તે બહાર આવશે તો આંચકો લાગશે એવી ચેતવણી ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ ઉચ્ચારી છે. તેના પ્રત્યુત્તર રૂપે કૉંગ્રેસએ દેશના હિત માટે આ વીડિયો ક્લિપ્સ બહાર આવવી જ જોઇએ એની માગણી કૉંગ્રેસ પક્ષે કરી છે.
ખડસેએ કૉંગ્રેસની રમત સામે સાવચેતીના સૂરમાં જણાવ્યું છે કે મેં એમ જણાવ્યું હતું કે હું જો કેટલીક બાબતો ઉઘાડી પાડીશ તો આંચકો લાગશે એમ કહ્યું હતું પરંતુ દેશને આંચકો લાગશે એવું કહ્યું નહોતું. ખડસેના વિધાન પછી કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે ટ્વીટર ઉપર લાગ્યુ છે કે ખડસેએ દેશહિત ખાતર વીડિયો ક્લિપ્સ બહાર પાડવી જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer