ખેડૂતો માટે પૈસા નથી પરંતુ પ્રધાનો માટે મોંઘી કારની ખરીદી : રાધા કૃષ્ણ વિખે પાટીલ

ખેડૂતો માટે પૈસા નથી પરંતુ પ્રધાનો માટે મોંઘી કારની ખરીદી : રાધા કૃષ્ણ વિખે પાટીલ
મુંબઈ, તા. 1 : મહા વિકાસ આઘાડી સરકારનું રાજ્યમાં ક્યાંય અસ્તિત્વમાં નથી, મુખ્ય પ્રધાન સહિતના પ્રધાનો માત્ર એકબીજાની પ્રશંસાના બણગાં ફૂંકવામાં વ્યસ્ત છે. ખેડૂતોને કોઈ મદદ કરાઇ નથી પરંતુ પ્રધાનો માટે કાર ખરીદનારા સરકારનું મગજ ઠેકાણે છે કે કેમ ? એવા સવાલ સાથે જ અમને સરકાર ઉથલાવવામાં રસ નથી એવો દાવો ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે કર્યો હતો.  
વિખે પાટિલની આગેવાની હેઠળ તાલુકાના દૂધ ઉત્પાદકોએ નગર-મનમાડ માર્ગ ઉપર રાસ્તરોકો આંદોલન કર્યું હતું. તેમણે સરકાર પર સીધા આક્ષેપમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દૂધના ભાવ વધારાના વિરોધમાં છે. 
વિખે પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં સરકાર ક્યાંય દેખાતી નથી. મુખ્ય પ્રધાને ટીવીમાં ઇન્ટરવ્યૂ આપીને ખેડૂતોના પ્રશ્નોની મજાક ઉડાવી છે. રાજ્યમાં યુરિયા ખાતરના કાળા બજાર થાય છે. સોયાબીનના બિયારણમાં ખેડૂતોની છેતરાપિંડી કરવામાં આવી હતી પરંતુ સરકારે કોઈ ખાનગી કંપની સામે કેસ દાખલ કર્યો નથી. ખેડુતો આર્થિક સંકટનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે પશુઆહારના ભાવો વધી ગયા છે પરંતુ રાજ્યની સહકારી અને ખાનગી ડેરીઓ ખેડૂતો પાસેથી 18-19 રૂપિયામાં દૂધ ખરીદીને છેતરાપિંડી કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer