રાજયમાં મળ્યા 9601 નવા દર્દી, 10,725ને રજા અપાઈ

રાજયમાં મળ્યા 9601 નવા દર્દી, 10,725ને રજા અપાઈ
મુંબઈમાં 20,749 એક્ટિવ પેશન્ટ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 1 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.91)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ વધીને 77 દિવસ થયો છે.
આજે શહેરમાં કોરોનાના 1059 નવા દર્દી મળ્યા હતા. આજે 45 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,15,346 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,395 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 37 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 33 જણની વય 60ની ઉપર હતી. 11 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. એક મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 25 પુરુષ અને 20 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,395નો થયો છે. આજે 832 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 87,906 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 76 ટકા થયો છે. 25 જુલાઈથી 31 જુલાઈનો વૃદ્ધિદર 0.91 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 77 દિવસનો છે. મુંબઈમાં 20,749 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,37,536 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,15,346  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. ગુરુવારે 24 કલાકમાં સૌથી વધારે કેસ મળવાનો વિક્રમ નોંધાયો હતો. ગુરુવારે 11,147 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. ગઈ કાલે 10,320 દર્દી મળ્યા હતા. આજે શુક્રવાર કરતાં ઓછા એટલે કે 9,601 દર્દી મળ્યા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 322 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 15,316 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.55 ટકા થયો છે. રાજ્યમાં 1,49,214 સક્રિય દર્દી છે. આજે 10,725 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,66,883 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 61.82 ટકા છે. રાજ્યમાં કુલ 4,31,719 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 9,08,099 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 38,947 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણે 12, થાણે પાલિકા 7, કલ્યાણ-ડોંબીવલી 6, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા એક અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 21,94,943 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 4,31,719 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.66 ટકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer