નાગપુરની નજીકના બેલા ખાતે ખાંડ કારખાનાંમાં સ્ફોટ, પાંચ કામદારનાં મૃત્યુ

નાગપુરની નજીકના બેલા ખાતે ખાંડ કારખાનાંમાં સ્ફોટ, પાંચ કામદારનાં મૃત્યુ
નાગપુર, તા. 1 : નાગપુરની નજીકના બેલા ખાતે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ ખાંડ કારખાનામાં બાયોગૅસની ટાંકીમાં સ્ફોટ થતાં પાંચ મજદૂરનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે બપોરે ચાર વાગ્યે બની હતી. આનાથી કારખાનાના અધિકારી અને કર્મચારીમાં ખળબળાટ થયો છે. બધા જ મૃતક કામદારો વડગાવના રહેવાસી હોવાથી આ ગામમાં શોકનું મોજું ફેલાયું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ જણ કારખાનમાં કામ કરતા હતા ત્યારે સ્ફોટ થયો હતો. 
દાજી ગયેલા પાંચને હૉસ્પિટલમાં લઈ જવાયા અને તેમને મૃત જાહેર કરાયા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer