લાખો વિદ્યાર્થીઓને રાહત : એફવાયજેસીની સીટો માટે મળશે પ્રોવિઝનલ એડમિશન

મુંબઈ, તા. 1 : ફર્સ્ટ ઈયર જૂનિયર કૉલેજ (એફવાયજેસી)માં એડમિશન લેવા માગતા લાખો વિદ્યાર્થીઓને રાહત આપતા એક પગલામાં રાજ્યના શિક્ષણ ખાતાએ વિવિધ ક્વોટા હેઠળ પ્રોવિઝનલ એડમિશન આપવાને મંજૂરી આપી છે.
એક પરિપત્રમાં શિક્ષણ ખાતાએ જણાવ્યું હતું કે વિવિધ ક્વોટા હેઠળ એફવાયજેસીમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ કે જેમની પાસે જરૂરી દસ્તાવેજો નથી. તેઓ આ દસ્તાવેજ મળતાં સુપરત કરશે એવી બાંયધરી આપતું ફોર્મ ભરીને એડમિશન લઈ શકે છે. ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે.
એડમિશન માટેનું પોર્ટલ 1લી અૉગસ્ટથી ખુલ્યું હતું. જોકે, રાજ્યની શાળાઓને દસમા ધોરણની માર્કશીટો મળી નથી. હાલની પરિસ્થિતિને જોતાં વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી એસએસસીના પરિણામની ઈ કોપી ડાઉનલોડ કરીને અરજી કરી શકે છે. એ બાદ ઓરિજીનલ માર્કશીટ, પાસિંગ સર્ટિફિકેટ અને લીવિંગ સર્ટિફિકેટ વેરીફાઈ કરી શકાય છે.
કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાતિ પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપવાની મુદત વધારવાની શિક્ષણ ખાતા સમક્ષ માગણી કરી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાએ પણ વિદ્યાર્થીઓને હાલ દસ્તાવેજો વિના પ્રવેશ નહીં અટકાવવાની માગણી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer