અણ્ણાભાઉ સાઠેનું મુંબઈમાં સ્મારક બંધાશે : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેર કર્યું હતું કે મુંબઈમાં તત્કાલીક મરાઠી કવિ અને લેખક અણ્ણાભાઉ સાઠેનું સ્મારક ઊભું કરાશે.
તેમની જન્મ શતાબ્દી પર તેમને અંજલી આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અણ્ણાભાઉ સાઠેએ તેમના લખાણ વડે લોકોમાં જાગૃતિ આણી હતી. તેમના લખાણોમાંથી નવી પેઢીને પણ પ્રેરણા મળે છે. દરમિયાન મહારાષ્ટ્રના પ્રધાન જયંત પાટીલે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ સુધારક અને લેખકને મરણોત્તર ભારતરત્ન એવૉર્ડ મળે એવી ભલામણ મુખ્ય પ્રધાને કેન્દ્ર સરકારને કરવી જોઈએ. આ માટે જયંત પાટીલે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer