ખેડૂતોને દૂધના સારા ભાવ આપવાની માગણીમાં ભાજપનું આંદોલન

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : ખેડૂતોને દૂધના સારા પ્રાપ્તિ ભાવ આપવાની માગણીના ટેકામાં આજે રાજ્યભરમાં વિપક્ષ ભારતીય જનતા પક્ષે ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.
અનેક સ્થળોએ ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ ઢોળી દીધું હતું અને સૂત્રોચ્ચાર પોકારવા સાથે ટૂંક સમય માટે રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
ભાજપની અને ખેડૂતોની મુખ્ય માગણી દૂધના પ્રતિ લીટર ઉપર 10 રૂપિયાની સબસીડી આપવા ઉપરાંત પ્રાપ્તિ ભાવ વધારીને 30 રૂપિયો પ્રતિ લીટર કરવાની છે. આ ઉપરાંત દૂધના પાવડર પર નિકાસ સબસીડી વધારવાની પણ માગણી કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer