દેશની હૂંડિયામણની અનામત 2.7 અબજ ડૉલર વધી

મુંબઈ, તા. 12 : દેશની હૂંડિયામણની અનામત ચોથી જાન્યુઆરી, 2019ના સપ્તાહ માટે 2.7 અબજ ડૉલર વધીને 396 અબજ ડૉલર થઈ હતી. આમ અનામતમાં આ વૃદ્ધિ ફેબ્રુઆરી, 2018 પછી સૌથી વધુ ગણાય છે. આગલા સપ્તાહ માટે હૂંડિયામણની અનામત 393 અબજ ડૉલર હતી. સૂચિત સપ્તાહે વિદેશી કરન્સીની અસ્કયામત 2.2 અબજ ડૉલર વધીને 370 અબજ ડૉલરની થઈ હતી.
સૂચિત સપ્તાહે દેશનું સોનાનું રિઝર્વ 4650 લાખ ડૉલર વધીને 21.6 અબજ ડૉલરનું થયું હતું. જોકે, સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ સાધારણ ઘટીને 1.46 અબજ ડૉલર રહી હતી. જ્યારે ભારતની આઈએમએફ સામેની અનામત સ્થિતિ 2.64 અબજ ડૉલર ઘટી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer