શુભંકર એશિયાઈ ટૂર અૉર્ડર અૉફ મેરિટ જીતનારો યુવા ભારતીય બન્યો

નવી દિલ્હી, તા. 8 : વર્ષમાં સતત સારૂ પ્રદર્શન કરી રહેલા શુભંકર શર્મા એશિયાઈ ટૂર ઓર્ડર ઓફ' મેરિટ જીતનારો સૌથી યુવા ભારતીય ગોલ્ફર બની ગયો છે.'' હજી સત્રની બે ટૂર્નામેન્ટ બાકી છે તેવામાં જ શર્માએ ખિતાબ જીતી લીધો છે. હોંગકોંગ ઓપનમાં સંયુક્ત છઠ્ઠા સ્થાને રહેલા શર્માએ ક્વીંસ કપ, મારીશસ ઓપન અને દક્ષિણ આફ્રિકા ઓપન રમી નહોતી. શર્મા પહેલા જ્યોતિ રંધાવા (2002), અર્જુન અટવાલ (2003), જીવ મિલ્ખા સિંહ (2006-2008) અને અર્નિબાન લાહિડી (2015 ) એશિયાઈ ટૂર ઓર્ડર ઓફ મેરિટ જીતી ચૂક્યા છે. જો કે તેમાં કોઈની ઉમર 30 વર્ષથી ઓછી નથી. પરંતુ શુભંકર શર્માએ ખિતાબ માત્ર 22 વર્ષની ઉમરે જ જીત્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer