ઋષભ પંતે ઈનિંગમાં કર્યા 6 કેચ : ધોનીના રેકર્ડની બરાબરી

એડિલેડ, તા. 8: ભારતીય વિકેટકીપર ઋષભ પંતે શનિવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ભારતીય રેકોર્ડની બરાબરી કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા શ્રેણીના પહેલા મેચમાં 21 વર્ષીય વિકેટ કીપરે કુલ 6 કેચ કર્યા હતા. આ કોઈપણ ટેસ્ટ મેચની ઈનિંગમાં સૌથી વધુ કેચ પકડવાના રેકોર્ડની બરાબરી છે. પંતે ત્રણ કેચ ત્રીજા દિવસે કર્યા હતા. જેમાં ત્રીજા દિવસે મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવૂડ આઉટ થયા હતા. જ્યારે બીજા દિવસે ઉસ્માન ખ્વાજા, પીટર હેંડ્સકોમ્બ અને ટિમ પેનનો કેચ કર્યો હતો. ઈનિંગમાં સૌથી વધુ કેચનો રેકોર્ડ બોબ ટેલર, ઈયાન સ્મિથ અને રિડલી જેકબ્સના નામે છે. જેઓએ 7 કેચ કર્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer