વડોદરામાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ પકડાયું અૉનલાઈન એપોઈન્ટમેન્ટ, વોટસએપથી ચેટ

વડોદરામાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ પકડાયું અૉનલાઈન એપોઈન્ટમેન્ટ, વોટસએપથી ચેટ
અમારા પ્રતિનિધિ તરફથી 

વડોદરા, તા.7 : વડોદરામાં અૉનલાઈન સેકસ રેકેટ ચલાવાતું હોવાની પોલીસને બાતમી મળ્યા બાદ એક દલાલ અને બે યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાઈ પ્રોફાઈલ એવા આ રેકેટમાં દલાલો દ્વારા ગ્રાહકોને અૉનલાઈન એપોઈન્ટમેન્ટ આપી વિદેશી સ્વરૂપવાન યુવતીઓ પૂરી પાડવામાં આવતી હતી. ગ્રાહકોને વોટસએપથી યુવતીઓ સાથે વાત કરાવવામાં આવતી હતી. દલાલો આ યુવતીઓને મહિને એક લાખ રૂપિયાનો પગાર ચૂકવતા અને રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરી આપતા હતા. 

અૉનલાઈન એપોઈન્ટમેન્ટ બાદ વોટ્સએપથી ગ્રાહક સાથે થતી વાત 

વડોદરા પોલીસ કમિશ્નર મનોજ શશીધરની સૂચનાથી એસઓજીની ટીમ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી ચાલતા સાઈબર ક્રાઈમ ઉપર સતત નજર રાખવામાં આવી રહી હતી. જેમાં સર્ચ કરતા એક વેબસાઈટ દ્વારા સ્વરૂપવાન યુવતીઓની દલાલો દ્વારા ગ્રાહકો સાથેની એપોઈન્ટમેન્ટ બાદ નિશ્ચિત સ્થળે પૂરી પાડવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. સુવ્યસ્થિત રીતે  ચાલતા આ હાઈ પ્રોફાઈલ અૉનલાઈન સેકસ રેકેટમાં પોલીસે નજર રાખી દલાલ સાથે ગ્રાહકના સ્વરૂપમાં વાત કરી હતી, જેમાં યુવતીનો 12 હજાર રૂપિયામાં સોદો કર્યો હતો. અૉનલાઈન એપોઈન્ટમેન્ટ બાદ વોટ્સએપથી થયેલી સંપૂર્ણ વાતચીતમાં પોલીસ નકલી ગ્રાહકના રૂપમાં વાત કરતી રહી હતી. 

નકલી ગ્રાહકના સ્વાંગમાં પોલીસે બે યુવતીઓ સાથે દલાલને ઝડપી પાડયો 

એપોઈન્ટમેન્ટ અને યુવતીનો ભાવ નિશ્ચિત થતાં ગોરવા ખાતેના ન્યુ ઈન્દીરાનગર ખાતે રહેતા દલાલ અને રિક્ષા ચાલક શીયારામ રામનારાયણ યાદવે ગ્રાહકના સ્વાંગમાં ગયેલી પોલીસને ઓલ્ડ પાદરા રોડ ઉપર આવવાનું જણાવ્યું હતું. એસઓજી પોલીસે આ ટ્રેપમાં મહિલા પોલીસને સાથે રાખી સમગ્ર ઘટનાક્રમને મોબાઈલ મારફતે ટ્રેપ કરવામાં આવ્યો હતો. સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસ દલાલ દ્વારા જણાવેલ સ્થળે જઈને રહેતાં શીયારામ પોતાની રિક્ષા જીજે 6 એક્ષએક્ષ 3804માં બે નેપાળી યુવતીઓને બેસાડીને આવ્યો હતો. દલાલને નકકી કરેલા રૂપિયા 12 હજાર આપવાની સાથે જ તેને અને બંને યુવતીઓને પોલીસે ઝડપી પાડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer