26/11ના આતંકવાદીની ઢાલ બન્યું ચીન

26/11ના આતંકવાદીની ઢાલ બન્યું ચીન
સંયુક્ત રાષ્ટ્રમાં સાજિદ મીરને આતંકવાદી ઘોષિત કરવાનો પ્રસ્તાવ રોકયો
નવી દિલ્હી, તા. 17 : આખાં વિશ્વ માટે આતંકવાદ મોટો પડકાર છે, ત્યારે ચીન આવા માનવતાના દુશ્મનોને બચાવી રહ્યું છે. ડ્રેગને સંયુક્ત રાષ્ટ્રમાં મુંબઇ હુમલાના દોષી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત થતો 
બચાવ્યો છે.
યૂનોમાં મીરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાના ભારતીય સમર્થનવાળા અમેરિકી પ્રસ્તાવ પર ચીને રોક મૂકી 
દીધી હતી.
ભારતને જેની સૌથી વધુ તલાશ છે, તે `મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી સાજિદમીરની મુંબઇમાં 2008ના 26-11 હુમલાનાં નાપાક કાવતરામાં મુખ્ય ભૂમિકા હતી.
પાકિસ્તાન લશ્કર-એ-તોયબાના આતંકી સાજિદમીર વિશે હંમેશાં ખોટું બોલતું રહ્યું છે. મીર પાકમાં હોવાનો ઇન્કાર કરતું રહે છે.
પાકે તો એ હદ સુધી દાવો કરી નાખ્યો હતો કે, મીરનું મોત થઇ ગયું છે. પછી એફએટીએફની `ગ્રે યાદી'માંથી બહાર આવવા માટે પાકિસ્તાને મીરની ધરપકડનું નાટક પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોતાનો `આતંક પરસ્ત' ચહેરો બતાવનાર ચીને અગાઉ જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના પ્રસ્તાવમાં પણ વિઘ્ન સર્જ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer