નિકહત ઝરીન પણ ફાઇનલમાં

નિકહત ઝરીન પણ ફાઇનલમાં
નવી દિલ્હી, તા. 6: કોમનવેલ્થ ગેમ્સમાં નિકહત ઝરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઇનલ મુકાબલામાં વર્લ્ડ ચેમ્પિયન નિકહતે ઇંગ્લેન્ડની સવાના અલ્ફિયા સ્ટબલીને 5-0થી હરાવી હતી. હવે નિકહત પાસે ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. આ ઉપરાંત અચંત શરત કમલ અને શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ ઇવેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી છે. અચંત અને શ્રીજાએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જોડીને 3-2થી હરાવી હતી. આ સાથે જ વધુ એક મેડલ પાક્કો થયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer