નવા ઉપરાષ્ટ્રપતિ ધનખડનું સાદગીમય જીવન

ગામના યુવાનો માટે અંગ્રેજીના વર્ગો, કૉમ્પ્યુટર વર્ગો, લાઈબ્રેરી પણ બનાવી
નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટના મોટા ધારાશાત્રી, પ્રધાન અને બંગાળના રાજ્યપાલ જેવા મોટા પદો પર રહ્યા હોવા છતાં સાવેય સાદગીભર્યું જીવન જીવતા જગદીપ ધનખડ સવારે પાંચ વાગ્યામાં જાગી જ જાય છે અને નાસ્તામાં રાતની વધેલી ઠંડી રોટલી ખાય છે.
રોજ રાત્રે જમવામાં ખીચડી ખાતા ધનખડ કુશળતાપૂર્વક અંગ્રેજી બોલતા તેમના ગામના પ્રથમ વ્યકિત છે. રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લામાં કિઠાના નામે નાના ગામમાં 19મી મે 1951ના જન્મેલા 71 વર્ષીય જગદીપે બીએસસી, એલએલબી કર્યા બાદ વકીલાત શરૂ કરી દીધી હતી.
દેશના પ્રતિષ્ઠિત વકીલોની હરોળમાં માનભર્યું સ્થાન ધરાવતા ધનખડે ગામના દરેક યુવાન અંગ્રેજી બોલી શકે, સારું શિક્ષણ મેળવે તે માટે ગામમાં સ્પોકન ઇંગ્લિશના વર્ગો, કોમ્પ્યુટર તાલીમ સેન્ટર, લાયબ્રેરી જેવી સુવિધાઓ ઊભી કરાવી હતી. પોતે ખેતીમાં પણ ઊંડો રસ ધરાવતા અને ખૂબ ધ્યાન આપીને જાતે કામ કરતા રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer