આર્યન ખાન સામે નક્કર પુરાવા નથી : હાઈકોર્ટ

આર્યન ખાન સામે નક્કર પુરાવા નથી : હાઈકોર્ટ
ક્રુઝ ડ્રગ્સ કેસના ત્રણેય આરોપીને જામીનનો વિસ્તૃત ચુકાદો જાહેર
મુંબઈ, તા. 20 (પીટીઆઈ) : મુંબઈ હાઈકોર્ટે કૃઝ ડ્રગ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યનને આપેલા જામીન વિશેનો વિગતવાર ચુકાદો શનિવારે જાહેર થયો હતો અને એમાં જણાવાયું છે કે આર્યન ખાન અને અન્ય બે આરોપી સામે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ નક્કર પુરાવા હોય એવું લાગતું નથી અને તેમણે કોઈ કાવતરું રચ્યું હોવાના પણ પુરાવા નથી. 
28 અૉક્ટોબરે હાઈકોર્ટની સિંગલ બૅન્ચના જાસ્ટિસ એન. ડબ્લ્યુ. સાંબ્રેએ આર્યન ખાન, તેના મિત્ર અર્બાઝ મર્ચન્ટ અને ફેશન મોડેલ મુનમુન ધામેચાને જામીન આપ્યા હતા. આ ત્રણેને મુંબઈથી ગોવા જતી ક્રુઝ શીપ પરની ડ્રગ પાર્ટી સંબંધેના કેસમાં ત્રણ અૉક્ટોબરના ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ કેસમાં કુલ 20 આરોપીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી અને મોટાભાગના આરોપી જામીન પર છૂટી ગયા છે. 14 પાનાના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે આર્યન ખાનના મોબાઈલ ફોનમાંથી જે વૉટ્સૅપ ચેટ મેળવવામાં આવ્યા છે એમા તેણે અર્બાઝ મર્ચન્ટ મુનમુન ધામેચા અને કેસના અન્ય આરોપીઓ સાથે મળીને ડ્રગ પાર્ટીના મુદ્દે કોઈ કાવતરું રચ્યું હોય એવું સૂચવતા કોઈ વાંધાજનક ચેટ મેસેજ મળ્યા નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોફિક સબસ્ટન્સિસ ઍક્ટની 67મી કલમ હેઠળ આર્યન ખાનનું જે કબૂલાતનામુ નોંધ્યું છે એને કેસની તપાસ પૂરતું સિમિત ગણી શકાય. આરોપીએ આ કાયદા હેઠળ ગુનો આચર્યો છે એવો મતલબ એમાંથી કાઢી ન શકાય.   

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer