દિલ્હીની હવા અઠવાડિયાથી અત્યંત ખરાબ શ્રેણીમાં

દિલ્હીની હવા અઠવાડિયાથી અત્યંત ખરાબ શ્રેણીમાં
નવી દિલ્હી, તા. 20 : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા શનિવારે લગાતાર સાતમા દિવસે ખૂબ ખરાબની શ્રેણીમાં છે. વાયુ ગુણવત્તા, મોસમ પૂર્વાનુમાન, સંશોધન પ્રણાલીના અહેવાલ અનુસાર, આજે સવારે હવાની ગુણવત્તાનો આંક 355 હતો.
જોકે આ અહેવાલમાં આવતીકાલ રવિવારથી દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો આવશે, તેવું આશ્વાસનરૂપ અનુમાન પણ કરાયું છે.
દિલ્હીના પાડોશી ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામમાં પણ હવાની હાલત ખૂબ ખરાબની શ્રેણીમાં જ છે.
પ્રદૂષણને નાથવા માટે દિલ્હી સરકારે 10 નિર્દેશ જારી કર્યા છે. જેમાં બિનજરૂરી સામાન સાથે ટ્રકોને શહેરમાં પ્રવેશ પર રોક સાથે શાળા, કોલેજ બંધ કરી દેવાયા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer