કૉવૅક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા જલદી મંજૂરી આપી શકે

કૉવૅક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા જલદી મંજૂરી આપી શકે
નવી દિલ્હી,તા. 18 : ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવની કમાન મુખ્યત્વે સીરમ ઇન્સ્ટિટયુટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનની પાસે છે. ભારતમાં અત્યાર સુધીમાં વેક્સિનનાં કુલ 79 કરોડ ડોઝમાંથી 69 કરોડથી વધુ લોકોને કોવિશિલ્ડ અને 9 કરોડથી વધુ લોકોનેન કોવેક્સિન આપવામાં આવી છે. જ્યારે કોવિશિલ્ડ વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી મંજૂરી મળી છે ત્યારે કોવેક્સિન હજુપણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી મંજૂરીની રાહ જોઇ રહી છે. વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્સક્લુઝિવ દસ્તાવેજો અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કોવિડ વેક્સિન પર બનાવવામાં આવેલ એક્સપર્ટ કમિટિ Strategic Advisory Group of Experts On Immunization 5 ઓક્ટોબરનાં રોજ ભારતીય સમય મુજબ સાંજે 4.45 વાગ્યે મંજૂરી આપવા માટે ભારત બાયોટેક પ્રસ્તાવ પર બેઠક કરશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer