અૉપરેશન બાદ પેલેને શ્વાસ લેવામાં તકલીફ : આઈસીયુમાં દાખલ કરાયા

અૉપરેશન બાદ પેલેને શ્વાસ લેવામાં તકલીફ : આઈસીયુમાં દાખલ કરાયા
નવી દિલ્હી, તા. 18 : બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર પેલેના આંતરડામાંથી ગાંઠ કાઢવા માટે થયેલા ઓપરેશન બાદ સ્થિતિ સામાન્ય છે અને તેની પુત્રી કેલી નેસિમેન્ટોએ કહ્યું હતું કે, તે ધીરે ધીરે ઠીક થઈ રહ્યા છે. જો કે આલ્બર્ટ આઈન્સ્ટિન હોસ્પીટલે કહ્યું છે કે 80 વર્ષિય પેલેને શ્વાસ લેવામાં સામાન્ય તકલીફ બાદ ગુરૂવારે ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓનો ઉપચાર ચાલી રહ્યો છે. હોસ્પીટલે વધુ કોઈ જાણકારી જારી કરી નહોતી. પેલેનું ચાર સપ્ટેમ્બરના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
કેલી નેસિમેન્ટોએ શુક્રવારે પોતાના પિતા સાથે એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પેલે ધીરે ધીરે ઠીક થઈ રહ્યા છે અને સામાન્ય સ્થિતિમાં છે. ઓપરેશન બાદ ઉમરના કારણે થોડાઘણા ઉતાર ચઢાવ આવે છે. તેઓને થાક લાગી રહ્યો હતો પણ હવે સામાન્ય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer