આતંકી મોડયુલ : ફરાર હુમૈદ ઝડપાયો

નવી દિલ્હી, તા.18: દેશમાં આતંકી મોડયુલનો પર્દાફાશ થયા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હુમૈદ ઉર રહેમાનને શોધી રહી હતી જેને શુક્રવારે યુપીના પ્રયાગરાજમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ અને અન્ય એજન્સીઓ તેની પૂછપરછમાં લાગેલી છે.
આતંકી મોડયુલમાં પોલીસને હાથ લાગેલા ઓસામાનો કાકો છે. પાકિસ્તાનમાં આતંકી તાલીમ માટે મોકલવામાં આવેલા જીશાનનું બ્રેઇનવોશ કરવાનું કામ હુમૈદ ઉર રહેમાનને સોંપવામાં આવ્યું હતું. લખનઉથી પકડાયેલો આમિર પણ હુમૈદના સંપર્કમાં આવ્યા બાદ કાવતરામાં સામેલ થયો હતો. હુમૈદ આમિર બેગની બહેનનો સસુર છે.
આઈબીના ઇનપૂટને આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ તપાસમાં લાગેલી હતી. આઇએસઆઇ અને અંડરવર્લ્ડને સાંકળતા આતંકી મોડયુલની પહેલી કડી દિલ્હીના ઓખલામાં મળી હતી. ત્યાર બાદ હુમૈદનો ભત્રીજો ઓસામાનું નામ સામે આવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer